19 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ડિસેમ્બર 9, 2024
19 C
Surat
સોમવાર, ડિસેમ્બર 9, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતસુરતSuratની શાળાના આચાર્ય ગેરહાજરના વિવાદમાં સસ્પેન્શન, મંજૂરી વગર 33 વખત દુબઈના આંટાફેરા

Suratની શાળાના આચાર્ય ગેરહાજરના વિવાદમાં સસ્પેન્શન, મંજૂરી વગર 33 વખત દુબઈના આંટાફેરા


સુરતના અમરોલીની શાળા ક્રમાંક 285ના આચાર્યએ એનઓસી લીધા વગર વારંવાર દુબઈ જતા હોવાની ફરિયાદ મળી હતી. જેના આધારે તપાસ શરૂ કરાય છે. સરકારી શાળાના આચાર્ય સંજય પટેલ શાળાનું કામ છોડી વ્યાપાર કરતા હોવાની મળી ફરિયાદ હતી.દુબઈમાં વેપાર કરતાં હોવાથી વારંવાર દુબઈ જતા હોવાની મળી ફરિયાદ હતી.

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળા નંબર 285ના આચાર્યનો વિવાદ સામે આવ્યો છે. આચાર્ય સંજય પટેલ સરકારી શાળામાં આચાર્ય હોવા છતાં દુબઈમાં વેપાર કરતા હતા. એટલું જ નહીં પરંતુ શાળામાં ખોટી રીતે રજાઓ પાડી દુબઈ જતા હતા. જે અંગેની ફરિયાદ તંત્રને મળતા નગર શિક્ષણ સમિતિના હોદ્દેદારો દ્વારા શિક્ષક સામે તપાસ શરૂ કરી છે. આ દરમિયાન શિક્ષકને હાજર રહેવા નોટિસ પણ આપી છે. તો બીજી તરફ શિક્ષકનું અમદાવાદમાં રૂપિયાની લેતી દેતીમાં અપહરણ થયું હતું. જેમાં તેને ગોંધીને માર મારવામાં આવ્યો હોવાની પણ શિક્ષકે ફરિયાદ નોંધાવી છે. ત્યારે આ ફરિયાદ કર્યા બાદ શિક્ષક દ્વારા ચાલતો વેપારી ખેલ પરદાફાશ થયો છે.

વર્ષ 2023 માં 33 વખત દુબઈ પ્રવાસ કર્યો હોવાની માહિતી મળી છે. આચાર્યને અપહરણકારોએ ઢોર માર માર્યો હોવાની પોલીસમાં કરી છે. બીજી તરફ રાજ્ય સરકારે ત્વરિત કાર્યવાહી કરીને આચાર્ય સંજય પટેલ સસ્પેન્ડ કર્યા છે. અકસ્માતનું બહાનું કાઢીને હાલ આચાર્ય મેડિકલની લીવ લઇ ઉતરી ગયા છે.કોઈપણ શિક્ષક કે આચાર્ય વિદેશ પ્રવાસ કરે તો ફરજિયાત સંબંધિત અધિકારીને NOC લઈ જાણ કરવાની હોય છે.આચાર્ય સામે મળેલી ફરિયાદને લઈ તેને રૂબરૂ ખુલાસા માટે તેને નોટિસ આપી છે .

દુબઈ ફરવા ગયા હશે તો પાસપોર્ટ પર સિક્કાના પુરાવા પણ લેવામાં આવશે. જાણ કર્યા વગર કે ગેરરીતી પૂર્વક વારંવાર રજા પર જતા હોવાની ફરિયાદને લઈ સઘન તપાસ શરૂ કરાય છે.ટૂંક સમયમાં તપાસનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.જે રીતની ફરિયાદ મળી છે. તેમાં જો આચાર્ય દોષિત જાહેર થાય તો આચાર્યને બરતરફ કરવા સુધીની પણ સજા થઈ શકે છે.શાળાના રજીસ્ટર થી લઈ ઓનલાઇન રજીસ્ટર ની હાજરી સુધીની તપાસ શરૂ કરી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય