SMIMER Hospital-Medical College : સુરતની સ્મીમેર હોસ્પિટલ કોઈ કારણોસર વિવાદમાં ચર્ચાઈ રહેતી હોય છે. સ્મીમેર હોસ્પિટલ અને મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલના અમુક વિદ્યાર્થીઓ કડકડતી ઠંડીમાં બાલ્કનીમાં તાપણું કર્યું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જ્યારે હવે ફરી હોસ્ટેલ વિવાદમાં આવી છે.
હોસ્ટેલના વિદ્યાર્થીઓએ બાલ્કનીમાં કર્યું તાપણું
મળતી માહિતી મુજબ, સુરતની સ્મીમેર મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ અગાઉ પણ હોસ્ટેલને અડ્ડો બનાવી દીધો હોવાનું સામે આવ્યું હતું.