સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કેટલીક શાળાઓ વિદ્યાર્થીઓના ઘડતર માટે પ્રયોગો કરતા રહે છે. તેમાં પણ હાલમાં બાળકોમાં મોબાઈલમાં વધતો જતો ઉપયોગ અટકાવવા માટે અનોખો પ્રયોગ કર્યો હતો. બાળકો મોબાઈલ થી પણ દૂર રહે અને તેમાં રહેલી શક્તિ બહાર આવે તે માટે સમિતિની ઉત્રાણ ની એક શાળાએ ચેસની સ્પર્ધાનું આયોજન કર્યું હતું. સમિતિના બાળકો માટે નવી કહી શકાય તેવી આ રમતની સ્પર્ધા માં 350થી વધુ બાળકોએ ભાગ લીધો હતો અને તેઓએ પોતાની રમત પ્રત્યે કટિબધ્ધતા દર્શાવી હતી.