Surat Police On 31st Celebration : 31મી ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણી દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ-સુરત સહિત ગુજરાત પોલીસે રાજ્યનો મોટા શહેરોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. નવા વર્ષની ઉજવણીમાં અનેક લોકો દારુની મહેફિલ માણતા પકડાય છે, ત્યારે સુરતમાં દારૂનો નશો કરનારાઓને ઝડપી પાડવા માટે વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ આ દરમિયાન 30 ડિસેમ્બરની સાંજથી આજે મંગળવાર સુધી 400થી વધુ દારૂના નશામાં ફરતા શખસોને ઝડપી લેવામાં આવ્યા છે.
બે દિવસમાં 400થી વધુ નશેડીઓ ઝડપાયા
થર્ટી ફર્સ્ટને ધ્યાને રાખીને સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે.