સુરતમાં હજીરા સ્થિત AMNS કંપનીમાં આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે. AMNS કંપનીના કોરેક્સ-2 પ્લાન્ટમાં બ્લાસ્ટ બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની ઘટનામાં 4 કર્મચારીઓ ગંભીર રીતે દાઝી જતા મોત નીપજ્યું હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે.
મળતી માહિતી મુજબ, સુરતમાં આવેલા હજીરામાં AMNS કંપનીમાં પ્લાન્ટમાં લિક્વિડ મેટલ બનાવવાની પ્રક્રિયા થાય છે. કોરેક્સ-2 પ્લાન્ટમાં બ્લાસ્ટ બાદ આગ લાગી હતી. આગ લાગતા ભાગદોડ મચી હતી. ભાગદોડમાં આગના કારણે લીફ્ટમાં 4 કર્મચારીઓ ફસાયા હતા. આગની ઘટનાને લઇ સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
ફાયર વિભાગ અને પોલીસ તંત્ર ઘટનાસ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી છે. આગની ઘટનામાં 4 કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર લઇ જવામાં આવ્યા છે. ત્યા ડોક્ટરોએ 4 કર્મચારીઓને મૃત જાહેર કર્યા હતા. અજીરા પોલીસે આગ લાગવાની સ્થિતિ અંગે તપાસ શરૂ છે.