કઠોર ગામમાં મકાનમાં નકલી ઘી વેચાતું હોવાની બાતમી મળતા કામરેજ પોલીસે દરોડો પાડી 68 હજાર કિંમતનાં નકલી ઘીના જથ્થા સાથે એકની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજ પોલીસની હદમાં કઠોર ગામે આવેલી માનસરોવર બિલ્ડિંગનાં ફ્લેટ નં.408માં નકલી ઘી બનાવી જેનું બિનઅધીકૃત પેકીંગ કરી વેચાણ કરી ગ્રાહકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા હોવાની બાતમી કામરેજ પોલીસને મળી હતી. જેથી પોલીસે મકાનમાં છાપો માર્યો હતો. જ્યાં પોલીસે પ્રવીણ રમેશ હરખાણી નામનાં ઇસમને નકલી ઘીનાં જથ્થા સાથે ઝડપી પાડી 68 હજારનાં ડુપ્લિકેટ સુમુલ ઘીનાં 1 લીટર વાળા 108 ડબ્બા, 30 હજાર કિંમતનું ટીનનું શીલ મારવાનું મશીન, 1 હજાર કિંમતનું 20 લીટર વાળુ એલ્યુમિનિયમનું તપેલુ, 500 કિંમતની એક સગડી, 1 હજાર કિંમતની ગેસની બોટલ મળી કુલ 1 લાખ 540 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે બનાવનાં સ્થળેથી પ્રવીણ રમેશભાઇ હરખાણી (રહે.408 માનસરોવર બિલ્ડિંગ મુળ રહે ગીર કોટડા ગામ જી.અમરેલીની ધરપકડ કરી (1) ભાવેશ ડોબરીયા, (2) નિલેશ મગનભાઇ સાવલીયા અને (3) પરેશ મગનભાઇ સાવલિયા (બંને રહે. મેઘ મલ્હાર સરથાણા જકાતનાકા, સુરત, (4) વિશાલ સતિષકુમાર શાહ (રહે.મલ્હાર ફ્લેટ તાડવાડી, રાંદેર રોડ સુરત)ને કામરેજ પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.