17.8 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
17.8 C
Surat
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતસુરતSurat: RTE હેઠળ બોગસ એડમિશનનો પર્દાફાશ...7થી વધુ શાળાના 100 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ

Surat: RTE હેઠળ બોગસ એડમિશનનો પર્દાફાશ…7થી વધુ શાળાના 100 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ


દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતની સ્કૂલોમાં RTE અંતર્ગત એડમિશનમાં ગોલમાલ જોવા મળી છે. સુરતની સ્કૂલો RTEમાં બોગસ એડમિશન લેનારા વિદ્યાર્થીઓ પાસેથી ફીની ઉઘરાણી કરી પોતાની તિજોરી ભરી રહી છે. તેવામાં સુરતમાં RTE હેઠળ બોગસ એડમિશનનો પર્દાફાશ થયો છે. બંગલા અને વિદેશ પ્રવાસ કરનાર તપાસમાં ઝડપાયા છે.

બોગસ એડમિશન અંગે સ્કૂલોએ DEOને જાણ કરવાની હોય છે, પરંતુ સ્કૂલો DEOને જાણ કર્યા વિના બોગસ એડમિશનનો ફાયદો ઉઠાવી રહી છે. તાજેતરમાં જ રાઇટ ટુ એજ્યુકેશન (RTE) અંતર્ગત ખોટા દસ્તાવેજોના આધારે સ્કૂલમાં પ્રવેશ મેળવનાર પૈસાદાર વાલીઓના બોગસ એડમિશનની પોલ ખોલી છે. રાઇટ ટુ એજ્યુકેશન (RTE) અંતર્ગત ખોટા દસ્તાવેજોના આધારે સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.  

મળતી માહિતી મુજબ, સુરતમાં RTE હેઠળ બોગસ એડમિશનનો પર્દાફાશ થયો છે. બંગલા અને વિદેશ પ્રવાસ કરનાર તપાસમાં ઝડપાયા છે. 100 જેટલા વિદ્યાર્થીઓના એડમિશન રદ કરાયા છે. કેટલાક વાલીઓએ વર્ષે કરોડોનો ખર્ચો કર્યો છે. શ્રીમંત વાલીઓ RTE હેઠળ પ્રવેશ માટે ગરીબ બન્યા હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં પ્રથમ વખત ચાલુ વર્ષે પ્રવેશ રદ કરાયો છે. 7થી વધુ શાળાના 100 જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવ્યો છે. સ્કૂલોની ફરિયાદથી શિક્ષણાધિકારીની ટીમે તપાસ કરતા જાણવા મળ્યું કે, ખોટા આવકના પુરાવાઓ રજૂ કરી પ્રવેશ મેળવ્યા હતા. RTE હેઠળ પ્રવેશ મેળવનાર વાલીઓનું હિયરિંગ કરાયું છે. ઇન્કમટેક્સ, બેંક ડીટેલ, ઘરની સ્થિતિ વગેરેની તપાસ કરવામાં આવી છે. કેટલાક વાલીઓ ઝીંગા તળાવોના માલિક નીકળ્યા તો કેટલાક વાલીઓએ લાખોની લોન લીધી હોવાનું ખુલ્યું છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય