22 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ડિસેમ્બર 16, 2024
22 C
Surat
સોમવાર, ડિસેમ્બર 16, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતસુરતSurat: ભૂલકાં વિહાર શાળા પાસે સર્જાયો અકસ્માત

Surat: ભૂલકાં વિહાર શાળા પાસે સર્જાયો અકસ્માત


રાજયમાં દિવસેને દિવસે ભયંકર અકસ્માતોની હારમાળા સર્જાતી રહે છે. રાજ્યમાં વાહન ચાલકોને વાહન વ્યવહારની શિસ્ત જાણે ખબર ન હોય તેમ વાહનો હંકારી રહયા છે. સુરતમાં આવી જ એક ઘટના સામે આવી છે. ભૂલકાં વિહાર શાળા પાસેથી પસાર થઈ રહેલ સ્પોર્ટ્સ બાઇક સવાર પુરપાટ ઝડપે જઈ રહ્યા હતા તે સમયે કાર સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ઘાયલ બાઇક સવારને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. અડાજણ પોલીસે આ સંદર્ભે તજવીજ હાથ ધરી છે.

ભૂલકાં વિહાર શાળા પાસે અકસ્માત.

સુરતમાં અડાજણ વિસ્તારમાં સવારના સમયે બાઇક સવાર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. હજીરા અડાજણ રોડ પર ભૂલકાં વિહાર શાળા પાસે ફૂલ સ્પીડે આવતા બાઇક ચાલકે કાબુ ગુમાવતા બાઇક કાર સાથે અથડાયું હતું. ત્યારે પુરપાટ ઝડપે આવતા બાઇકે કારને અડફેટે લેતા બાઈકનું કચ્ચરઘાણ નીકળી ગયું હતું .

સ્પોર્ટ્સ બાઇક અને ફૂલ સ્પીડ

બાઇક સવાર હજીરા રોડ પર ફૂલ સ્પીડે જઈ રહ્યા હતા ત્યારે કાર સાથે ટકરાતાં ભયંકર અકસ્માત થયો હતો. જેમાં બેકાબૂ બાઇક ચાલક સહિત પાછળ બેઠેલ અન્ય ૨ યુવકો પણ ઊંચા ઉછળીને પટકાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્પોર્ટ્સ બાઇક પર ત્રણ સવારી જઈ રહ્યા હતા અને ત્રણેય યુવક ગંભીર રીતે ઘાયલ થયા હતા.

સારવાર માટે ખસેડાયા 

અકસ્માત એટલો ગંભીર હતો કે સ્પોર્ટ્સ બાઇક પર સવાર ત્રણેય યુવકો ઊંચા ઊછળી હવામાં ફંગોળાયા હતા અને નીચે પટકાયા હતા. ત્યારે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ ત્રણેય યુવકોને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ઘટનાના cctv આવ્યા સામે

આ સમગ્ર ઘટના cctv કેમેરામાં કેદ થઈ છે અને તેના ફૂટેજ સામે આવ્યા છે. ત્યારે આ મામલે અડાજણ પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કડક બનાવવા જોઈએ નિયમો 

સુરતમાં છેલ્લા ૩ મહિનામાં અલગ અલગ ઘણા અકસ્માતો સર્જાયા છે.  જેમાં માંગરોળમાં ધોળીકૂઈ પાટિયા અને કોસંબા પાસેનો અકસ્માત કાળજું કંપાવે તેવા છે. ધોળીકૂઈ પાટિયા પાસે બે કાર અને ત્રણ બાઇકનો અકસ્માત થયો હતો. જેમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યાં હતા. તો કોસંબા નજીક નેશનલ હાઇવે પર લક્ઝરી બસનો અકસ્માત થયો હતો. જેમાં ઊંઘમાં જ મુસાફરો દબાઈ ગયા હતા અને એકના મોત સાથે ૨૦ થી વધુ મુસાફરો ઘાયલ થાય હતા. ત્યારે વાહન વ્યવહાર વિભાગ દ્વારા આરટીઓને સાથે રાખી નિયમોનું ચુસ્ત પાલન કારવવું જોઈએ. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય