સુર્યા મરાઠે ગેંગના ભાગલા પડતા જ સામસામે આવી ગયા. અખંડઆનંદ રોડ પર બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. 24 કલાક વિત્યા ગયા છતાં ફરિયાદ નોંધવામાં નહીં આવતા માથાભારે પીડિત પોલીસ કમિશનર કચેરી પહોંચ્યો હતો. ચોક બજાર પોલીસે ફરિયાદ ન લીધી હોવાનો આરોપ લગાવ્યો.
ચોક બજાર પોલીસ સામે ગંભીર આરોપ
ટપોરી હિતેશ સોલંકી, કુણાલ પાટીલ દ્વારા હુમલો કરવામાં આવ્યો. સોનું માલિયો અને સુનિલ ગાઉટી દ્વારા હુમલો કરવામાં આવ્યો. હિસ્ટ્રીશીટર દિપક કુંતાકરના ઘરે પણ હુમલો કરવામાં આવ્યો. ચોક બજાર પોલીસ સામે ગંભીર આરોપ લગાવવામાં આવ્યો. ઉચ્ચકક્ષાના અધિકારીઓએ પણ મૌન સેવી લીધું છે. ટપોરી હિતેશ સોલંકી, કુણાલ પાટીલ, સોનું માલિયો અને સુનિલ ગાઉટી દ્વારા હુમલો કરવામાં આવ્યો. હિસ્ટ્રી શીટર દિપક કુંતાકરના ઘરે પણ હુમલો કરવામાં આવ્યો હતો.
સુરત શહેરમાં ફાયરિંગની ઘટનાઓ વધી
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં લગ્નપ્રસંગે ફાયરિંગની ઘટના પણ સામે આવી હતી, જેમાં ડી.જે.ના તાલે નાચતાં-નાચતાં ભાજપના કાર્યકર ઉમેશ તિવારીએ પોતાની રિવોલ્વર કાઢી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં નાચી રહેલા બે યુવકને પગમાં ગોળી વાગતાં સારવાર માટે ખસેડવા પડ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આરોપી છેલ્લા ઘણાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો સક્રિય સદસ્ય છે, સાથે શહેરના મોટા નેતાઓ સાથે પણ તેની તસવીર જોવા મળી હતી.
ફાયરિંગની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી
ડિંડોલીની શક્તિ સોસાયટીમાં રાત્રિના 11 વાગ્યાની આસપાસ ભાજપ કાર્યકર અને ડેનિશ કેકનો માલિક ઉમેશ તિવારી મિત્રના લગ્નપ્રસંગમાં નાચી રહ્યો હતો. આ સમયે ઉમેશે પોતાનો પ્રભાવ બતાવવા માટે લાઇસન્સવાળી રિવોલ્વર કાઢી ધડાધડ હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ અને અન્ય બે રાઉન્ડ લોકો વચ્ચે નાચતાં-નાચતાં કર્યું હતું. આ ઘટનામાં ઉમેશ તિવારીની બેદરકારીને કારણે ડીજેમાં નાચી રહેલી બે વ્યક્તિને ઈજા પહોંચી હતી. ભાજપ કાર્યકર ઉમેશ તિવારીએ કરેલું ધડાધડ ફાયરિંગ સ્થળે લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થયું હતું.