Steroid Eye Drops Glaucoma Risk: ડૉક્ટરની સલાહ વિના જાતે જ લાંબા સમય સુધી સ્ટીરોઈડ આઇ ડ્રોપ્સનો ઉપયોગ ઝામરને નોતરી શકે છે. હાલ સમગ્ર દેશમાં 1.19 કરોડથી વધુ લોકો ઝામર એટલે કે ગ્લુકોમાની સમસ્યા ધરાવે છે અને વધુ ચિંતાજનક વાત એ છે કે 10થી વધુને ઝામરથી દ્રષ્ટિની ઝાંખપ આવેલી છે. હાલ 15 માર્ચ સુધી ‘વર્લ્ડ ગ્લુકોમા વીક’ ઉજવાઇ રહ્યું છે ત્યારે ઝામરના વધતા કેસ ચિંતાનો વિષય બની રહ્યા છે.
ભારતમાં દ્રષ્ટિ ગુમાવવા પાછળ મોતિયા, રીફ્રેક્ટિવ એરર બાદ ઝામર ત્રીજા ક્રમનું સૌથી મોટું કારણ છે.