26 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 26, 2024
26 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 26, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeરમત-ગમતSports: યંગ-મિચેલની અડધી સદી, જાડેજાની ત્રણ વિકેટ

Sports: યંગ-મિચેલની અડધી સદી, જાડેજાની ત્રણ વિકેટ


સ્પિન ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે બે તથા રવીન્દ્ર જાડેજાએ ઝડપેલી ત્રણ વિકેટની મદદથી ભારતે ત્રીજી અને અંતિમ ટેસ્ટના પ્રથમ દિવસે ન્યૂઝીલેન્ડને સતત દબાણ હેઠળ રાખીને ટી-ટાઇમે બેકફૂટ ઉપર ધકેલી દીધી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર કિવિ ટીમે ટી-ટાઇમે છ વિકેટે 192 રન બનાવ્યા હતા. આ સમયે ડેરિલ મિચેલ 53 રન બનાવીને રમી રહ્યો હતો. સુકાની ટોમ લાથામે 28 તથા વિલ યંગે 138 બોલમાં 71 રન બનાવ્યા હતા. જાડેજાએ 53 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

ઈજાના કારણે મિચેલ સાન્તેનર વાનખેડે ટેસ્ટમાંથી બહાર થયો

ન્યૂઝીલેન્ડનો ડાબોડી લેગ સ્પિનર મિચેલ સાન્તેનર ઈજાના કારણે ભારત સામેની ત્રીજી અને અંતિમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. સાન્તેનરે પૂણે ટેસ્ટમાં કુલ 13 વિકેટ ઝડપીને કિવિ ટીમને ઐતિહાસિક શ્રોણી વિજય અપાવવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી. સાન્તેનરને પીઠની ડાબી બાજુના સ્નાયુ ખેંચાઈ જવાની ઈજા થઈ છે. આગામી શ્રોણીઓને ધ્યાનમાં રાખીને કિવિ ટીમે કાઈ જોખમ લેવાના બદલે તેને આરામ આપવાનું વધારે પસંદ કર્યું હતું.

24 વર્ષ બાદ વાનખેડમાં એક સાથે મુંબઇના ત્રણ ખેલાડીઓ રમ્યા

ન્યૂઝીલેન્ડ સામેની અંતિમ ટેસ્ટમાં એક યૂનિક બનાવ બન્યો હતો. આ ટેસ્ટમાં ભારતની પ્લેઇંગ ઇલેવનમાં મુંબઇના ત્રણ ખેલાડીઓ છે જેમાં રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ તથા સરફરાઝ ખાન છે. છેલ્લે 2000ના ફેબ્રુઆરીમાં મુંબઇના ત્રણ ખેલાડીઓ એક સાથે ટીમમાં રમ્યા હતા. સાઉથ આફ્રિકા સામેની આ ટેસ્ટમાં મુંબઇના ત્રણ ખેલાડીઓ સચિન તેંડુલકર, વસીમ જાફર અને વર્તમાન મુખ્ય પસંદગીકાર અજિત અગરકર પ્લેઇંગ ઈલેવનમાં હતા.

કોહલી ટેસ્ટમાં 200મી ઇનિંગ રમશે

સિનિયર બેટ્સમેન વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડ સામેની અંતિમ ટેસ્ટમાં પોતાની કારકિર્દીમાં 200મી ઇનિંગ માટે મેદાનમાં ઉતરશે. કોહલી ઓવરઓલ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 600મી ઇનિંગ તથા ઘરઆંગણે 250મી ઇનિંગ રમશે. કોહલીએ 199 ઇનિંગમાં 49.31ની સરેરાશથી 29 સદી અને 31 અડધી સદી વડે 8035 રન બનાવ્યા છે. વન-ડેમાં તેણે 283 ઇનિંગમાં 13906 રન તથા ટી20 ઇન્ટરનેશનલની 117 ઇનિંગમાં તે 4188 રન બનાવી ચૂક્યો છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય