– વેસુ કેનાલ રોડ સ્થિત આગમ પેરેમાઉન્ટમાં માત્ર 15 દિવસ પહેલા જ રૂ.14 હજારના પગારથી નોકરીએ રાખેલા યુવાન ઉપર વેપારી અને પરિવારે મુકેલો વધુ પડતો વિશ્વાસ ભારે પડયો
– વેપારી પાસે યુવાનના નામ સિવાય કોઈ વિગત નહોતી છતાં તેને એકલો મૂકી વેપારીની પત્ની અને માતા ગયા ત્યારે ચોરી કરી
સુરત, : સુરતના વેસુ કેનાલ રોડ સ્થિત આગમ પેરેમાઉન્ટ ખાતે રહેતા રાજસ્થાની કાપડ વેપારીએ રૂ.14 હજારના પગારે ઘરઘાટી તરીકે રાખેલો યુવાન માત્ર 15 દિવસમાં પરિવારની ગેરહાજરીનો ફાયદો ઉઠાવી ઘરમાંથી રૂ.25.40 લાખના સોનાચાંદીના દાગીના ચોરી વેપારીએ તેને વાપરવા આપેલું મોપેડ પણ લઈ ફરાર થઈ જતા વેસુ પોલીસે તપાસ શરૂ કરી છે.