બંગાળની ખાડીમાંથી ઉદ્દભવેલુ ફેંગલ વાવાઝોડું ચક્રવાતમાં ફેરવાયું. આગામી બે દિવસમાં તમિલનાડુ તરફ આગળ વધશે. મેડિકલ ટીમ અને સ્ટાફ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવાને લઈ કવાયત તેજ થઇ છે. અમિત શાહે ભાજપ મહાસચિવ વિનોદ તાવડે સાથે બેઠક યોજી છે. શિંદેને CM ન બનાવવાથી રાજ્યમાં રાજકીય અસરને લઈને ચર્ચા થઈ. તો આ તરફ આજે મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાનના નામની જાહેરાત થઈ શકે છે. અમિત શાહ આજે મહાયુતિના ત્રણેય ટોચના નેતાઓ સાથે બેઠક યોજશે. અમે દિવસભર તમામ સમાચાર અપડેટ કરતા રહીશું અને આપના સુધી તમામ સમાચારો પહોંચાડીશું,અહીં તમને દેશ અને દુનિયાના દરેક બ્રેકિંગ ન્યૂઝ મળશે. દિવસના મોટા સમાચારો માટે એક ક્લિક કરીને જાણવા માટે, અમારા પેજ પર રહો અને રિફ્રેશ કરતા રહો.