– રસ્તે રખડતું મોત : ગોહિલવાડ પંથકમાં 8 દિવસમાં 8 લોકોના મોત
– લાખણકા રોડ પર ડમ્પરે બે નેપાળી યુવાનને અડફેટે લેતાં અકસ્માત, ડમ્પર ચાલક ફરાર, પોલીસ ફરિયાદ નોંધાઈ
ભાવનગર : ઘોઘા પંથકના આજુબાજુના વિસ્તારોમાં જાણે કાળચક્ર સ્થિર થયું હોય તેમ વધુ એક અકસ્માતની ઘટના ઘટી છે. ઘોઘા તાબેના હાથબ ગામમાં ગત મોડી રાત્રિના ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માતની ઘટનામાં બે નેપાળી યુવાનોના કમકમાટી ભર્યાં મોત નિપજ્યા હતા. જ્યારે અકસ્માતની ઘટના બાદ ડમ્પરનો ચાલક ડમ્પર મૂકીને ફરાર થઈ ગયો હતો. સામાન્ય વ્યક્તિને વિચલિત કરી દે તેવા ભયાવહ દ્રશ્યો આ અકસ્માતમાં સર્જાયા હતા.