Ration e-KYC Process In Gujarat : સરકારી અનાજ સહિત વિવિધ સરકારી યોજનાનો લાભ મેળવવા માટે રેશનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાનો સરકાર દ્વારા નિર્ણય કરાયો છે, ત્યારે રેશનકાર્ડમાં e-KYC કરવાની તારીખ પૂર્ણ થયા બાદ સરકારે e-KYCની તારીખ લંબાવાઈ છે. જેમાં આગામી 15 ફેબ્રુઆરી સુધી રેશનકાર્ડ ધારકો e-KYC કરી શકશે.
15 ફેબ્રુઆરી સુધી રેશનકાર્ડમાં e-KYC કરી શકાશે
ગુજરાતના ફુડ એન્ડ સપ્લાય ડિપાર્ટમેન્ટ દ્વારા રેશનકાર્ડમાં e-KYC કરવાની તારીખ લંબાવામાં આવી છે. અગાઉ રેશનકાર્ડમાં e-KYC માટે 31 ડિસેમ્બર અંતિમ તારીખ હતી.