એક્ટર રણવીર સિંહ અને નિર્દેશક આદિત્ય ધર એકસાથે અમૃતસરના ગોલ્ડન ટેમ્પલ પહોંચ્યા હતા. રણવીર સિંહની ફિલ્મનું શૂટિંગ આ શહેરમાં થવાનું છે. શૂટિંગ પહેલા તેને આદિત્ય ધર સાથે ગોલ્ડન ટેમ્પલમાં દર્શન કર્યા હતા. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
આદિત્ય ધર સાથે એક ફિલ્મ કરી રહ્યો છે રણવીર
એક્ટર રણવીર સિંહે આદિત્ય ધર સાથે ગોલ્ડન ટેમ્પલ પ્રાર્થના કરી હતી. એક્ટરની આગામી ફિલ્મનું શૂટિંગ અમૃતસરમાં થવાનું છે. રણવીર સિંહ તેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરતા પહેલા ગોલ્ડન ટેમ્પલની મુલાકાત લેવા માંગતો હતો. આ ફિલ્મનું શૂટિંગ બેંગકોકમાં કરવામાં આવ્યું છે. બીજા ભાગનું શૂટિંગ અમૃતસરમાં થશે.
સોશિયલ મીડિયા પર શેર કર્યો ફોટો
રણવીર સિંહ અને આદિત્ય ધર બંનેએ ગોલ્ડન ટેમ્પલ દર્શનની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં એક્ટર સફેદ કુર્તા પાયજામામાં જોવા મળી રહ્યો છે. રણવીર સિંહની તસવીરો પર ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે. તસવીર શેર કરતાં રણવીર સિંહે લખ્યું છે કે ‘જાકો રખે સૈયાં માર સકે ના કોઈ’.
ફેન્સે આપી પ્રતિક્રિયા
રણવીર સિંહની તસવીર પર ફેન્સે પ્રતિક્રિયા આપી છે. દરેક વ્યક્તિએ રણવીર સિંહ માટે તેના લુક અને સુવર્ણ મંદિરની મુલાકાતને લઈને પ્રાર્થના કરી છે. ફેન્સે કોમેન્ટમાં રણવીર સિંહને તેની આગામી ફિલ્મ માટે અભિનંદન પણ આપ્યા છે.
આ સ્ટાર્સ ફિલ્મનો બનશે ભાગ
આદિત્ય ધરની આ ફિલ્મમાં સંજય દત્ત, આર માધવન, અક્ષય ખન્ના અને અર્જુન રામપાલ જેવા સ્ટાર્સ પણ જોવા મળવાના છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણવીર સિંહ ફિલ્મ ‘સિંઘમ અગેન’માં જોવા મળ્યો હતો. દિગ્દર્શક આદિત્ય ધર ફિલ્મ ઉરી માટે ચર્ચામાં હતા. તેમની આ ફિલ્મને ફેન્સ તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. રણવીર સિંહની ફિલ્મ ‘રોકી રાની કી પ્રેમ કહાની’ પણ હિટ રહી હતી.