એક સમયે 5 લાખથી વધુ ગ્રાહકો હતા આજે ઘટીને અંદાજે સાડા ત્રણ લાખ : પાઈપલાઈન દ્વારા ગેસનાં આગમન સાથે રાંધણગેસ સિલિન્ડરની એજન્સીઓએ અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ : નવા નિયમોથી વધતી જતી ભાંજગડથી પરેશાની
રાજકોટ, : રાંધણગેસનાં સિલિન્ડરનાં પેપરમાં દર વર્ષે દિવાળીએ હિસાબકરીએ એટલે અંદાજ આવે છે કે આ વર્ષ કરતાં આવતું વર્ષ વધુ ચિંતાજનક હશે. એક સમયે રાંધણગેસ સિલિન્ડર મેળવવા માટે રાજકોટમાં સાંસદસભ્યો કે ધારાસભ્યો પાસે ભલામણપત્રો લખાવવા પડતા. વેઈટીંગમાં નામ લખાવ્યાપછી છ આઠ મહિને માંડ નામ આવતું હતું. પરંતુ આજે રાજકોટમાં 24 કલાકમાં રાંધણગેસ સિલિન્ડર મળી જાય છે. જે દર્શાવે છે કે, આ આ વેપારનું ભવિષ્ય હવે ઉજળું નથી.
સમગ્ર સૌરાષ્ટ્રનાં આર્થિક પાટનગર ગણાતા રાજકોટનાં રાંધણગેસ વિક્રેતાઓની વેદના કોઈ સાંભળતું નથી. શહેરોમાં ક્રમશ: વધતી જતી રાંધણગેસની પાઈપલાઈનના કારણે એક સમયે રાજકોટ શહેરમાં રાંધણગેસનાં જે પાંચ લાખ ગ્રાહકો હતા તે શહેરનું કદ આજે વસતી વધ્યા પછી અત્યારે માંડ સાડાત્રણ લાખ ગ્રાહકો રહ્યાં છે. રાંધણગેસનાં સિલિન્ડરનો ડોમેસ્ટીક વપરાશ પાઈપલાઈન ગેસનાં વધતા વપરાશ સામે ઘટતો જાય છે. રાજકોટમાં રાંધણગેસનાં વિક્રેતાઓ અર્થાત એજન્સી ધરાવતા ધંધાર્થીઓ જણાવે છે કે, શહેરમાં એક સમયે રાંધણગેસની કુલ 22 એજન્સીઓ હતી આજે આ સંખ્યા ઘટીને 24 થઈ ગઈ છે. જે એજન્સીઓ છે તેના ગ્રાહકોની સંખ્યા ઘટતી જાય છે.
રાંધણગેસનાં વેપારનું અસ્તિત્વ ટકાવવું ઘણું મુશ્કેલ છે. તેમ જણાવી એજન્સીનાં ધંધાર્થીઓ કહે છે કે આગામી તા. 1 જાન્યુ.થી કેન્દ્ર સરકાર રાંધણગેસનો વિક્રેતાઓ માટે ત્રણ પ્રકારનાં નિયમં ફરજીયાત કરવામાં આવી રહ્યાં છે. એપ્રિલ મહિનાથી તાલીમનાં તબક્કે આકામ ચાલુ છે. દરેક ગ્રાહકો માટે કેવાયસી ફરજીયાત થશે (2) ગ્રાહકની ઓળખ માટે બાયોમેટ્રીક ઓળખ જરૂરી બનશે તેમજ સેફટી ચેકીંગની કામગીરી પણ ફરજીયાત થશે. અત્યારે આ ૬ણે ત્રણ પ્રકારનાં નિયમોની પ્રાથમિક સ્તરે અમલવારી થઈ રહી છે. અલબત તેનાં કારણે અત્યારે ગ્રાહકોને સમજાવવા મુશ્કેલ છે. બીજી બાજુ શહેરી વિસ્તારોમાં રાંધણગેસનાં ગ્રાહકોની સંખ્યા ક્રમશ: ઘટતી જાય છે. સુત્રો જણાવે છે કે, રાંધણગેસનાં ડોેસ્ટીક વવપરાશની સાથે કોમર્શિયલ વપરાશ પણ ઘટતો જાય છે. હોટલ રેસ્ટોરન્ટ સહિતનાં ધંધાર્થીઓ અગાઉ કોમર્શિયલ સિલિન્ડર વાપરતા હતા તેઓ પણ હવે પાઈપલાઈન દ્વારા ધણગેસની મોટી લાઈન વાપરતા થઈ ગયા છે. જેનાં કારણે કોમર્શિયલ વપરાશ પણ ઘટયોછે. આ સંજોગોમાં રાંધણગેસનાં વિક્રેતાઓની નવા વર્ષમાં ચમકદેખાય તેવી કોઈ શક્યતા નથી.