રાજકોટ શહેરમાં જાણે કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ હોઈ તે પ્રકારે એક બાદ એક લુખ્ખા તત્વોના આતંકના બનાવો સામે આવી રહી છે. રાજકોટના ભાક્તિનગરમાં આવેલા હોટલમાં અસામાજીક તત્વોએ માલિકને મારમાર્યો હતો અને તોડફોડ કરી હતી. પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.
રાજકોટ શહેરમાં ખાખીનો ખોફ ઓસર્યો હોય તેવું લાગી રહ્યું છે. ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ પહેલા જ્યાં લુખ્ખા તત્વોએ આંતક મચાવ્યો હોવાની ઘટના યથાવત છે. પોલીસ અગાઉ પણ તેમની સામે ગુનો નોંધી કાયદાનું ભાન કરાવ્યું હતું, જોકે જાણે આ લુખ્ખા તત્વો ખુલ્લા સાંઢની જેમ લોકોને ડરાવી ધમકાવી રહ્યા છે. આ અસમાજીક તત્વોએ ફરીભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલી શક્તિ હોટલમાં તોડફોડ કરીને રોફ જમાવતા હોવાનું સામે આવ્યું છે.
ફરિયાદીના જણાવ્યા પ્રમાણે ‘તું દુકાન બંધ કરી દે’ કહી મારી સાથે ગાળા ગાળી કરવા માંડ્યો હતો. મેં તેને ગાળો બોલવાની ના પાડતાં મારી સાથે મારકૂટ કરવા લાગ્યા હતાં. અગાઉ પણ શક્તિ હોટલના પાન પાર્લરના વ્યક્તિ સાથે મારામારી અને તોડફોડ કરી હતી. કાયદાનો ડર ન હોય તેમ ફરી એક વખત આ લુખ્ખા તત્વોએ ત્યાં આતંક મચાવ્યો હતો. પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે?