અમદાવાદમાં બોપલમાં અકસ્માત સર્જનાર રીપલ પંચાલની પોલીસે ધરપકડ કરી છે અને ગુનો નોંધ્યો છે,આ બાબતે લોકોના ટોળા એકઠા થયા હતા અને આરોપીને માર માર્યો હતો બીજી તરફ ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે જઈને આરોપીની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લાવ્યા હતા,જયાં પોલીસ પણ ચૌંકી ઉઠી હતી,આરોપીને જરાય ભાન હતું નહી એટલો નશો કર્યો હતો.
નબીરા રીપલે કરેલા અકસ્માત પર પોલીસનું નિવેદન
આ સમગ્ર ઘટનાને લઈ પોલીસનું નિવેદન સામે આવ્યું છે,પોલીસે કહ્યું કે,કાર પૂરઝડપે ચલાવી વાહનોને નુકસાન કર્યુ છે,અગાઉ અકસ્માત કરેલા છે કે નહીં તેની તપાસ ચાલુ છે,આરોપીના બ્લડ ટેસ્ટ રિપોર્ટ માટે મોકલ્યા છે,પ્રાથમિક તપાસમાં કોઈને ઈજા પહોંચી હોય એવું નથી લાગતું,કાર શેન્કો વાલ પ્રાઈવેટ લિમિટેડના નામે છે અને સાંથલ પાસે આ કંપની આવેલી છે,અકસ્માત મુદ્દે આરોપી રિપલ પંચાલનું લાયસન્સ રદ કરવા રિપોર્ટ કરાશે,16 સપ્ટેમ્બરે પણ રીપલ પંચાલે અકસ્માત સર્જયો હતો તે વખતે થાર કાર હતી.FSLની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી છે.
આરોપી કારમાં સિગરેટ પી રહ્યો હતો
બોપલ-આંબલી રોડ પર 4થી 5 વાહનોને અડફેટે લીધા બાદ આરોપી કારમાં સિગરેટ પીને મજા માણી રહ્યો હતો,નશામાં રીપલ પંચાલે ઓવરસ્પીડમાં અકસ્માત કર્યો હોવાની વાત સામે આવી છે.સિગારેટ પીધા બાદ કારમાં સ્પ્રે પણ છાંટ્યો હતો,અને લોકોએ કારમાંથી બહાર કાઢી બરોબરનો ફટકાર્યો હતો અને લોકોએ તેના કપડા પણ ફાડી નાખ્યા છે.
પોલીસે અટકાયત બાદ નબીરાએ પોત પ્રકાશ્યું
અટકાયત બાદ રફતારના રાક્ષસે નફ્ફટાઈની હદ પાર કરી છે,આરોપીએ કહ્યું,બે છોકરીઓને વાગ્યું તો શું થયું? અકસ્માતમાં કોઈ મર્યું તો નથી ને,આરોપીની નિર્લજ્જતા સામે આવી છે,આરોપી રીપલે વધુમાં કહ્યું કે મારી સામે ખોટી ચરબી ના કરો,હું ચરબી ઉતારી દઈશ અને મારે મીડિયા સમક્ષ આવું નથી તેમ કહીને વિવાદીત નિવેદન આપ્યા હતા.
સંદેશ ન્યૂઝ પહોંચ્યું રફતારના રાક્ષસ રીપલના ઘરે
આરોપીના ઘરે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી હતી,રીપલ પંચાલના ઘરે તેની માતા અને રસોઈયા હાજર હતા રસોઈયાએ કહ્યું કે,તે નશો કરે છે કે નહીં અમને ખબર નથી,અમે તેની માતાને જાણ પણ નથી કરી અકસ્માત થયો છે એની તો રીપલની માતા બેડ રેસ્ટ છે તે બોલી શકે તે સ્થિતિમાં નથી.