27 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 5, 2024
27 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 5, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeબિઝનેસશેર માર્કેટમાં તેજી કેમ? વિદેશી રોકાણકારોના 12 હજાર કરોડથી છે કનેક્શન

શેર માર્કેટમાં તેજી કેમ? વિદેશી રોકાણકારોના 12 હજાર કરોડથી છે કનેક્શન


આજે માર્કેટમાં ધમાકેદાર તેજી જોવા મળી છે. સેન્સેક્સ ફરી એકવાર 80 હજારના જાદુઈ આંકડાને સ્પર્શી ગયો છે. જેના કારણે રોકાણકારોએ એક દિવસમાં 8 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. શુક્રવારે 7 લાખ કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. આમ બજારે બે દિવસમાં 15 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. હવે અહીં સવાલ એ થાય છે કે બજારમાં તેજી આવી રહી છે, આટલા પૈસા ક્યાંથી આવે છે? ભારતીય બજારમાં કોણ આટલી ખરીદી કરી રહ્યું છે? તો જવાબ છે વિદેશી રોકાણકારો.

મહત્વનું છે કે શનિવારે મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામ આવ્યા બાદ જ માર્કેટમાં તેજી જોવા મળી છે. પરંતુ આ પ્રકારની તેજી જોવા મળશે તેવો અંદાજો ન હતો. જે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ અત્યાર સુધીમાં ભારતીય શેરબજારોમાંથી રૂ. 26,533 કરોડ પાછા ખેંચી લીધા છે. હવે તેઓ એ જ નાણાંનું રોકાણ કરી રહ્યા છે. ત્યારે આજની જો વાત કરીએ તો વિદેશી રોકાણકારોએ સ્ટોક કેટેગરીના ફ્યૂચર ડેરિવેટિવમાં વિદેશી રોકાણકારોએ 12,395 કરોડની ખરીદી કરી છે. જે માર્કેટમાં ફરીથી તેજીના સંકેત આપી રહ્યા છે.

બીજી વાત એ છે કે જો તમે વેચાણ પર ધ્યાનથી જુઓ તો 17 નવેમ્બર સુધી વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી લગભગ 22 હજાર કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા હતા જે આગામી એક સપ્તાહમાં માત્ર 26,533 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. મતલબ કે એક સપ્તાહમાં આશરે રૂ. 4500 કરોડનું વેચાણ થયું છે, જે વેચાણની ગતિમાં ઘટાડો દર્શાવે છે. મતલબ કે હવે વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી નાણાં ઉપાડવાની સ્પીડ ઘટી રહી છે.

શું હવે બજારમાં આવશે તેજી ?

આ એક સીધી વાત છે કે જ્યારે ઝડપ ધીમી પડશે ત્યારે તે ભારતીય બજારમાં તેજી આવશે. જ્યારે તમે ગયા મહિને એટલે કે ઑક્ટોબરમાં થયેલા રૂ. 1 લાખ કરોડના વેચાણ પર નજર નાખો છો, ત્યારે નવેમ્બરમાં અત્યાર સુધીમાં રૂ. 26,533 કરોડનું વેચાણ ઘણું ઓછું દેખાય છે. મતલબ કે હવે જલ્દી જ ઉછાળો જોવા મળી શકે છે.

કંપનીઓના નબળા ત્રિમાસિક પરિણામો અને સ્થાનિક શેરોના ઊંચા મૂલ્યાંકનના કારણે FPIs ચીનના બજારમાં રોકાણ કરી રહ્યા છે. આ કારણે તેઓ ભારતીય બજારમાં સતત વેચાઈ રહ્યા છે. FPIનું વેચાણ ચાલુ હોવા છતાં ઓક્ટોબરની સરખામણીમાં તેમના ચોખ્ખા ઉપાડમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. FPIsએ ઓક્ટોબરમાં ભારતીય બજારમાંથી રૂ. 94,017 કરોડ ($11.2 બિલિયન)ની ચોખ્ખી રકમ પાછી ખેંચી હતી.

શું કહે છે નિષ્ણાંત 

હિમાંશુ શ્રીવાસ્તવે, એસોસિયેટ ડાયરેક્ટર-મેનેજર રિસર્ચ, મોર્નિંગસ્ટાર ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે આગળ જતાં ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોનો પ્રવાહ નવા ચૂંટાયેલા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ પર નિર્ભર રહેશે. આ સિવાય ફુગાવો અને પોલિસી રેટ પણ વિદેશી રોકાણકારોના વલણ માટે મહત્વપૂર્ણ રહેશે. તેઓએ વધુમાં કહ્યું કે કંપનીઓના ત્રીજા ક્વાર્ટરના પરિણામો અને ભૌગોલિક રાજકીય વિકાસ પણ FPIની દિશા માટે મહત્વપૂર્ણ રહેશે. ડેટા અનુસાર FPIsએ આ મહિને એટલે કે 22 નવેમ્બર સુધી શેરમાંથી રૂ. 26,533 કરોડની ચોખ્ખી રકમ પાછી ખેંચી લીધી છે. ઓક્ટોબરમાં, તેણે રૂ. 94,017 કરોડની ચોખ્ખી ઉપાડ કરી હતી, જે કોઈપણ એક મહિનામાં તેમના ઉપાડનો સૌથી વધુ આંકડો હતો. સપ્ટેમ્બરમાં, FPIsએ ભારતીય શેરબજારમાં રૂ. 57,724 કરોડનું રોકાણ કર્યું હતું, જે તેમના રોકાણ માટે નવ મહિનાની ઊંચી સપાટી હતી.

ચીન ભારત માટે વિલન

શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ભારતીય શેરોના ઊંચા મૂલ્યાંકન અંગે ચિંતા છે, જેના કારણે FPIs વધુ આકર્ષક મૂલ્યાંકન સાથે બજારો તરફ વળ્યા છે. તેમણે કહ્યું કે ચીન તેના આકર્ષક મૂલ્યાંકનના કારણે ભારતના ખર્ચે વિદેશી રોકાણકારો પાસેથી નાણાપ્રવાહ મેળવે છે. ઉપરાંત, ચીને તેની ધીમી પડી રહેલી અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે તાજેતરમાં કેટલાક ઉત્તેજક પગલાં જાહેર કર્યા છે.

બોન્ડ પર પણ અસર જોવા મળે

ડેટા અનુસાર Foreign portfolio investment (FPI) એ આ મહિને અત્યાર સુધીમાં સામાન્ય મર્યાદા હેઠળ બોન્ડમાંથી રૂ. 1,110 કરોડ ઉપાડી લીધા છે. જ્યારે તેણે સ્વૈચ્છિક રીટેન્શન રૂટ (VRR) દ્વારા રૂ. 872 કરોડનું રોકાણ કર્યું છે. એકંદરે, આ વર્ષે અત્યાર સુધીમાં Foreign portfolio investment એ બોન્ડ માર્કેટમાં રૂ. 1.05 લાખ કરોડનું રોકાણ કર્યું છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય