– લારી પાસે બેસેલાં નાશાખોર તત્વોને ટપારતાં મામલો બિચક્યો, થોડા સમયમાં ટોળું ધસી આવ્યું
– વડવા નેરામાં દાળપુરીની લારીમાં રાત્રે તોડફોડ અને પથ્થરમારો, સાંજે ફરી પથ્થર ફેંકાતાં તંગદિલી સર્જાઈ
ભાવનગર : ભાવનગર શહેરમાં જાણે કે પોલીસ અને કાયદાનો ડર જ ન હોય તેમ એક તરફ શહેરના પોશ વિસ્તારોના મુખ્ય પ્રવેશદ્વારે પોલીસ નાઈટ પેટ્રોલિંગના નામે સભ્ય સમાજના વાહનોને અટકાવી કાયદો સમજાવી રહી છે બીજી તરફ, શહેરના બીજા છેડે સરાજાહેર ધમાલ સહિતના બનાવો બની રહ્યા છે. આવો જએક બનાવ શનિવારે મોડી રાત્રે શહેરના વડવા નેરા વિસ્તારમાં બન્યો હતો. જેમાં વડવા નેરામાં આવેલી મસ્જિદ નજીક દાળપુરીની લારી ધરાવતા યુવાને નશીલી હાલતમાં પાસે બેઠેલા પાંચ શખ્સને ટપારતાં મામલો બિચક્યો હતો. અને જોતજોતામાં ૬૦ જેટલાં શખ્સોના ટોળાંએ દાળપુરીની લારીએ આવી લારી પર પથ્થરમારો કરી તોડફોડ કરી હતી.