28 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 26, 2024
28 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 26, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતસુરતSurat: પુત્રને માતાના ભરણપોષણનો ભાર! લોખંડનો દસ્તો મારી કરી હત્યા

Surat: પુત્રને માતાના ભરણપોષણનો ભાર! લોખંડનો દસ્તો મારી કરી હત્યા


સુરતમાં ખટોદરામાં 85 વર્ષીય માતાને માથા પર દસ્તો મારીને દીકરાએ મોતને ઘાટ ઉતારી દીધી હોવાની ઘટના બની છે. માતાને જમવાનું આપવાની નાની બાબતની તકરારમાં એક પણ વખત વિચાર કર્યા વગર દીકરાએ સગી જનેતાની હત્યા કરી દીધી છે. સમી સાંજે બનેલી આ ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી અને દીકરાને ઝડપી પાડયો હતો.

માતાએ જમવાનું માગ્યું તો પુત્રએ આનાકાની કરી

ખટોદરા પંચશીલ નગરમાં છેલ્લા ઘણા વર્ષોથી મૂળ ઓરિસ્સાનાના વતની 85 વર્ષીય માતા તેના 40 વર્ષીય પુત્ર અને પુત્રવધુ સાથે રહેતી હતી. પુત્ર ખટોદરાના કારખાનામાં કામ કરતો હતો અને પુત્રવધુ ત્યાં જ કચરા પોતા કરવાનું કામ કરતી હતી. સોમવારે સાંજે આશરે 7 વાગ્યાના અરસામાં માતા ઘરમાં હતી, ત્યારે પુત્ર આવ્યો હતો અને માતાએ જમવાનું માગ્યું હતું જે આપવામાં પુત્રએ આનાકાની કરી હતી અને અકળાઈને માતાના માથામાં લોખંડનો દસ્તો મારી દીધો હતો.

પુત્ર આવેશમાં આવીને માતાની હત્યા કરી બેઠો

આ હુમલામાં ગંભીર ઈજા પહોંચતા માતા સ્થળ પર જ પડી હતી અને મોતને ભેટી હતી. બનાવની જાણ થતાં ખટોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આરોપી પુત્રની ધરપકડ કરી હતી. પુત્ર સાથે રહેતી માતાના ભરણપોષણનો ભાર લાગતો હોવાને લીધે પુત્ર માતા પર છાશવારે અકળાઈ જતો હતો અને આ વખતે આવેશમાં આવીને માતાની હત્યા કરી બેઠો હતો.

માતાને જમવાનું આપવામાં અનેકવાર લાલિયાવાડી કરતો હતો પુત્ર

હત્યારા પુત્રની બહેને એવી વાત પોલીસને જણાવી હતી કે ભાઈ ભાભી મારી માતાને જમવાનું આપવામાં અનેકવાર લાલિયાવાડી કરતા હતા અને માતાને અનિયમિત ભોજન આપવામાં આવતું હતું. જ્યારે કોઈક વખત મને એમ લાગતું કે આજે માતાને ભોજન આપવામાં આવ્યું નથી તો હું પોતે પણ ભોજન આપવા માટે જતી, તેને લઈને પણ ભાઈ મારી સાથે ઝઘડો કરતો હતો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય