IPL 2025 મેગા હરાજી પહેલા, ચાહકોની નજર રોયલ ચેલેન્જર્સ ફ્રેન્ચાઇઝી પર હતી. આ વખતે આ ફ્રેન્ચાઈઝીએ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ, મોહમ્મદ સિરાજ, ગ્લેન મેક્સવેલ અને વિલ જેક્સ જેવા મહાન ખેલાડીઓને બહાર કર્યા હતા. જે પછી ચાહકોને લાગ્યું કે આ વખતે RCB હરાજીમાં ઘણા મોટા ખેલાડીઓ પર દાવ લગાવી શકે છે, પરંતુ ચાહકોને એવું કંઈ જોવા મળ્યું નહીં. મેગા ઓક્શન દરમિયાન RCB ફ્રેન્ચાઈઝીને સોશિયલ મીડિયા પર પણ ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. હવે મેગા ઓક્શનમાં RCBની ત્રણ મોટી ભૂલો સામે આવી રહી છે.
જીતેશ શર્માને 11 કરોડમાં ખરીદ્યો
પંજાબ કિંગ્સમાંથી બહાર થયા બાદ વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્મા આ વખતે મેગા ઓક્શનનો ભાગ હતો. આ ખેલાડી માટે છેલ્લી સિઝન સારી રહી ન હતી, પરંતુ હવે મેગા ઓક્શનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે જીતેશ શર્માને 11 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આવી સ્થિતિમાં, કેટલાક ચાહકોનું માનવું છે કે IPL 2025માં RCB માટે આ નુકસાનકારક સોદો સાબિત થઈ શકે છે.
કેએલ રાહુલને જવા દેવો
મેગા ઓક્શન પહેલા વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલને લઈને ઘણી અટકળો ચાલી રહી હતી કે આ વખતે RCB રાહુલને ખરીદી શકે છે. જોકે RCBએ શરૂઆતમાં મેગા ઓક્શન દરમિયાન રાહુલમાં થોડો રસ દાખવ્યો હતો, પરંતુ RCB દિલ્હી કેપિટલ્સ દ્વારા કરવામાં આવેલી 14 કરોડની બોલીને વટાવી શક્યું ન હતું અને તેઓએ રાહુલને દિલ્હી જવા દીધો હતો. RCBનો આ નિર્ણય ચાહકો માટે ઘણો ચોંકાવનારો રહ્યો છે.
યુઝવેન્દ્ર ચહલને ના ખરીદવો
ટી20 ક્રિકેટના સર્વશ્રેષ્ઠ સ્પિન બોલરોમાંથી એક યુઝવેન્દ્ર ચહલ પણ આ વખતે મેગા ઓક્શનનો ભાગ હતો, કારણ કે રાજસ્થાન રોયલ્સે આ ખેલાડીને બહાર કર્યો હતો. આવી સ્થિતિમાં ચાહકોને આશા હતી કે RCB આ વખતે ચહલને ખરીદીને પોતાની ભૂલ સુધારશે. ચહલ આ પહેલા પણ RCB માટે રમી ચૂક્યો છે અને તેણે આ ફ્રેન્ચાઈઝી માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ આ વખતે RCB ચહલને ખરીદવામાં નિષ્ફળ રહી. પંજાબ કિંગ્સે યુજીને આ વખતે મેગા ઓક્શનમાં 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.