28.2 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, જુલાઇ 1, 2025
28.2 C
Surat
મંગળવાર, જુલાઇ 1, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતમહેસાણાMahesana: મોઢેરામાં તસ્કરો બેફામ! લોકોએ પોલીસ સ્ટેશન પહોંચી અનોખો વિરોધ નોંધાવ્યો

Mahesana: મોઢેરામાં તસ્કરો બેફામ! લોકોએ પોલીસ સ્ટેશન પહોંચી અનોખો વિરોધ નોંધાવ્યો


મહેસાણા જિલ્લાના મોઢેરામાં એક જ રાતમાં ચાર દુકાન અને એક મકાનના તાળા તૂટ્યા હોવાની ઘટના બની છે. પોલીસ સ્ટેશનની બાજુમાં જ તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. જેથી મોઢેરામાં વેપારીઓ-ગ્રામજનોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. ઢોલ-નગારા સાથે વેપારીઓ-ગ્રામજનોએ પોલીસ સ્ટેશને પહોંચીને હલ્લાબોલ કર્યો હતો. તેમજ પોલીસની કામગીરી પર ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યો હતો.

મોઢેરામાં ચોરીની ઘટના

મોઢેરામાં હવે ચોરોને પોલીસનો ભય નથી રહ્યો. ગત એક જ રાત્રિમાં ચાર દુકાન અને એક મકાનના તાળા તૂટ્યા હતા. તસ્કરો ચોરી કરીને નાસી જતાં ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેમજ પોલીસ સ્ટેશનની બાજુમાં જ કોઈપણ ડર વિના ઘટનાને અંજામ આપ્યો હતો. જેથી રોષે ભરાઈને વેપારીઓ અને ગ્રામજનોએ ઢોલ-નગારા વગાડીને પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા અને હલ્લાબોલ કર્યો હતો. પોલીસની કામગીરી ઉપર ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યા હતા.

ગુજરાતમાં ચોરીની ઘટના

ચોરોને હવે કાયદાનો ડર જ રહ્યો ન હોય તેમ તેઓ બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે. ગુજરાત સહિત સમગ્ર મહેસાણા પંથકમાં અવારનવાર ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે. બનાસકાંઠામાં મંદિરને નિશાન બનાવીને તસ્કરોએ ચાંદીનું છત્તર ચોરી કર્યુ હોવાની ઘટના સામે આવી હતી.જુનાગઢના કેશોદમાં ચોરોએ 2 ઘરોને નિશાન બનાવીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો, સુરતના કાપોદ્રામાં પેટ્રોલ પંપ પર ચોરીની ઘટના સામે આવી હતી.અંક્લેશ્વરમાં પણ ચોરોએ એક ઘરમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો.તો સુરતમાં એક શખ્સે બંદૂકની અણીએ વૃદ્ધ દંપતિને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય