– ભાવનગર રેલવે ડિવિઝનના તમામ સ્ટેશનો પર
– એટીવીએમ સુવિધા ભાવનગર ટમનસ, બોટાદ, ગાંધીગ્રામ, જૂનાગઢ, પોરબંદર, વેરાવળ અને ગોંડલ પર ઉપલબ્ધ
ભાવનગર : ભાવનગર રેલવે ડિવિઝનના તમામ સ્ટેશનો પર ટિકિટ, પાર્સલ, રિટાયરિંગ રૂમ, ગુડ્સ સહિતની ચૂકવણી ઓનલાઇન થઈ શકશે. એટીવીએમ સુવિધા ભાવનગર ટમનસ, બોટાદ, ગાંધીગ્રામ, જૂનાગઢ, પોરબંદર, વેરાવળ અને ગોંડલ પર ઉપલબ્ધ છે.
રેલવે પ્રશાસન દ્વારા જણાવાયું હતું કે, હવે રેલવેએ ટિકિટ, પાર્સલ, રિટાયરિંગ રૂમ, ગુડ્સ અને અન્ય તમામ ચૂકવણીઓ માટે ઓનલાઇન ડિજિટલ પેમેન્ટ શરૂ કર્યું છે.