Vadodara Crime : વડોદરાના ફતેગંજ વિસ્તારમાં બે પરિણીત પ્રેમીઓનો કિસ્સો ચર્ચામાં આવ્યો છે. જેમાં બે સંતાનની માતાએ લગ્નનો ઇનકાર કરનાર બે સંતાનના પિતા સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.
બે સંતાન ધરાવતી વડોદરાની પીડીતાએ પોલીસને કહ્યું છે કે, ફેસબુકના માધ્યમથી આનંદના કમલેશ પઢીયાર સાથે ફ્રેન્ડશીપ થયા બાદ ફોન પર વાતચીત અને મળવાનું શરૂ થયું હતું.
કમલેશ પઢીયાર પણ બે સંતાન ધરાવતો હતો.