તંત્રના સમાધાનકારી વલણની ટીકા થતાં ફરિયાદ નોંધાવાઇ
ઓવરલોડ ટ્રકોને ઊભી રખાવતા ટ્રકોના માલિકો દ્વારા હુમલો કરાયાનો વિડીયો પણ વાયરલ થયો હતો
ગાંધીધામ : અંજાર તાલુકાના તુણા પોર્ટ જતા રસ્તે આવતા વજન કાંટા પર ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કવોડની ટુકડી પર હુમલો કરવામાં આવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવા છતાં હુમલો કરનાર શખ્સો સાથે સમાધાન કરી લેવામાં આવ્યું હતું. જે બાબતની અનેક ટીકાઓ થઈ હતી અને સમાધાન ન કરી ફરિયાદ નોંધાવવામાં આવે તેવી માંગ ઉઠતાં આખરે હુમલો કરનાર ૩ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.