રાત્રિના બંધ ઘરોમાં નિશાચરોએ હાથ માર્યો
ભુજ: મુંદરા શહેરમાં આવેલી બે અલગ અલગ સોસાયટીમાં તસ્કરોએ ત્રણ મકાનને નિશાન બનાવ્યા હતા. ઘરોના તાળા તોડી અંદરથી ૨.૩૪,૮૩૭ની કિંમતના સોના ચાંદીના દાગીના તેમજ ૩૮ હજાર રોકડા અને એક મોબાઇલ મળી કુલે રૂપિયા ૨,૭૩,૩૩૭ના મુદામાલની ચોરી કરી જતાં ચકચાર મચી ગઇ હતી. બનાવને લઇ મુંદરા પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.