સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેનારી દિલ્હી પોલીસ ઘણીવાર મીમ્સની મદદથી લોકોને મહત્વપૂર્ણ મેસેજ આપે છે. ઘણી વખત આ મીમ્સ એટલા રમુજી હોય છે કે હસુ આવી જાય.
ત્યારે ફરી એકવાર દિલ્હી પોલીસે આવી જ એક રમૂજ પોસ્ટ કરી છે. તેની સાથે એક ખાસ મેસેજ પણ આપ્યો છે.
ડરવાની જરૂર મારાથી નહી..
દિલ્હી પોલીસે એક ટ્વિટ કર્યુ છે આ ટ્વિટમાં યૂટ્યુબથી લઇને ઇન્સ્ટાગ્રામ સુધી ઘણું ચર્ચિત એનિમેટેડ કેરેક્ટર વાળ વિનાની ડાકણનો ફોટો શેર કર્યો છે. જેણે માથે હેલ્મેટ પહેરેલુ છે. આ ફોટા પર લખેલુ છે કે બધાને હેલ્મેટ પહેરાવે છે દિલ્હી પોલીસ. જ્યારે કેપ્શનમાં લખ્યુ છે કે વાળ વિનાની ડાકણ કહે છે કે મારાથી નહી પણ ઇજાથી ડરો. હેલ્મેટ પહેરો.
વાળ વિનાની ડાકણનો જ ફોટો કેમ ?
પ્રશ્ન એ છે કે શું વાળ વિનાની ડાકણનો ફોટો કેમ પ્રચલિત છે ? દુષ્ટ ડાકણ પર આધારિત આ વિચિત્ર કાર્ટૂન પાત્રને વાળ નથી અને તે સોશિયલ મીડિયા પર તેનો મીમ્સ વાયરલ થઇ ગયો છે. બાલ્ડ ડાકણને યુટ્યુબ ચેનલ મજેદાર કહાની દ્વારા બાળકો માટે બનાવવામાં આવી છે. પહેલા આ ચેનલ દ્વારા પંચતંત્ર જેવી વાર્તાઓ અને અકબર બિરબલ જેવી વાર્તાઓને એનિમેટેડ રૂપે ઇન્ટરનેટ પર શેર કરતી હતી. બાદમાં તેઓએ કેરેક્ટર ડેવલપ કર્યા જેમાં વાળ વિનાની ડાકણ ફેમસ બની ગઇ. ખાસ વાત તો એ કે આ કેરેક્ટર ડરામણુ કરતા હાસ્યાસ્પદ વધારે છે.
આ ફેમસ બ્રાન્ડમાં પણ ચમકી ચૂકી છે ડાકણ
આ વાળ વિનાની ચૂડેલ એટલી વાયરલ છે કે તે Netflix, Swiggy અને Nykaa જેવી બ્રાન્ડ્સ સુધી પણ પહોંચી ગઈ છે, જેમણે તેનો ઉપયોગ તેમના જાહેરાત ઝુંબેશ માટે કર્યો છે. તાજેતરમાં હોરર-કોમેડી ‘સ્ત્રી 2’ના નિર્માતાઓએ પણ તેમની ફિલ્મના પ્રચાર માટે વાળ વિનાની ચુડેલના વિડિયોનો ઉપયોગ કર્યો હતો.