Nita Ambani on International Women’s Day : 8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. આજે સમગ્ર દુનિયામાં મહિલાઓ દ્વારા આ દિવસની ખાસ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભારતીય બિઝનેસવૂમન નીતા અંબાણીએ ખાસ કરીને મહિલાઓ માટે એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોની મદદથી તેમણે મહિલાઓને ફિટનેસ અને હેલ્થ અંગે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો.