Shani Gochar and Surya Grahan: વર્ષ 2025માં ગ્રહોની બદલાતી ચાલ તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. વર્ષ 2025માં કેટલાક શુભ સંયોગો બની રહ્યા છે જે કેટલીક રાશિઓ માટે ફાયદાકારક સાબિત થશે. માર્ચ 2025માં ન્યાયના દેવતા શનિદેવ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં ગોચર કરશે. આ દિવસે આંશિક સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. એક જ દિવસે શનિ ગોચર અને સૂર્ય ગ્રહણનો સંયોગ તમારા જીવનમાં કેટલાક નવા ફેરફારો લાવવા જઈ રહ્યો છે. કેટલીક રાશિના જાતકોને કરિયરમાં સફળતા મળશે અને બિઝનેસમેનને આકસ્મિક ધન લાભ થશે.