રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ
વિક્રમ સંવત 2081 માગશર વદ સાતમ. રવિવાર, ભાનુસપ્તમી. કાલાષ્ટમી.
મેષ રાશિ
ભાવાવેશ કે જિદ્દમાં આવીને કોઈ કામ કે નિર્ણય ન કરવામાં ભલું સમજવું, આરોગ્ય સાચવવું.
વૃષભ રાશિ
આપની ઘરની કે વ્યવસાયિક કામગીરીઓ અંગે જોઈતી તક યા સગવડતા ન હોય તો પણ પ્રયત્નો ફળદાયી રહે.
મિથુન રાશિ
આપના મનનું તાણ અને બોજ ઉતારવા સક્રીય રહી કાર્યશીલ રહેજો, સદ્ગુરુની કૃપા અનુભવાય.
કર્ક રાશિ
ઉતાવળા દુરાશિસાહસથી દૂર રહેવું હિતાવહ ગણાશે. નાણાભીડ, ઉપાય મળે, અગત્યના પ્રશ્ન અંગે મદદ મેળવી શકશો.
સિંહ રાશિ
આપના મનોવાંચ્છિત કામકાજો અંગે પ્રતિકૂળતા હશે તો વધુ પ્રયત્ને સફળતા મેળવી શકશો.
કન્યા રાશિ
આપની કોઈ પણ સમસ્યાને હલ કરવા આપની ધીરજ અને સહનશક્તિ ઉપયોગી થઈ શકશે.
તુલા રાશિ
ઉતાવળે આંબા ન પાકે એ ઉક્તિ ન ભૂલવા સલાહ છે. ગૂંચવણો ઉકેલી શકશો, કૌટુંબિક કામ બને.
વૃશ્ચિક રાશિ
આર્થિક પ્રશ્નો અને અગત્યની બાબતો અંગે સંજોગોની મદદ નહીં લાગે પણ સ્વજન મદદરૂપ થશે.
ધન રાશિ
સામાજિક અને આરોગ્ય વિષયક બાબતો અંગે સમય સાનુકૂળ બનતો જણાય, નાણાભીડ હળવી બને.
મકર રાશિ
આપના કુટુંબીજનો અને કોઈ અંગત મિત્રના સાથીથી કાર્ય સફળતા અને પ્રસન્નતા વધે.
કુંભ રાશિ
સાનુકૂળ સંજોગોનો લાભ લેવા પૂરતું આયોજન અને ગણતરી ઉપયોગી થશે, સ્નેહીથી મિલન.
મીન રાશિ
આપની લાગણીઓ દુભાતી જણાય, પરંતુ નોકરી ધંધાના પ્રશ્નો હલ કરવાની તક મળે.