Solar Paint Car: હાલમાં ઇલેક્ટ્રિક કારનું ચલણ વધી રહ્યું છે. આ કારને ચાર્જ કરવા માટે ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળીની જરૂર પડે છે. જોકે એક એવી કાર હોય જે ઊભી હોય ત્યારે પણ ચાર્જ થાય અને ચાલી રહી હોય ત્યારે પણ ચાર્જ થાય. આ કોઈ કલ્પના નથી, પરંતુ હવે હકીકત બનવા જઈ રહ્યું છે. હવે સોલર પેઇન્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, જેની મદદથી કાર ઓટોમેટિક સૂર્યપ્રકાશથી ચાર્જ થઈ જશે. આ માટે મર્સિડિઝ બેન્ઝ સોલર-પેઇન્ટ ટેક્નોલોજી પર કામ કરી રહ્યું છે.