– સૂર્યની વિરાટ થાળી પર સર્જાતાં કોરોનલ લુપ્સની અકળ ગતિવિધિનો પ્રથમ વખત અભ્યાસ થયો
– સૌર જ્વાળાની અતિ પ્રચંડ થપાટ પૃથ્વીના જે કાઇ સ્થળ પર વાગે તેની 30 મિનિટ પહેલાં નાસા ચેતવણી જારી કરી શકશે
વોશિંગ્ટન/મુંબઇ : અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશને(નાસા)પહેલી જ વખત સૌર જ્વાળાઆ(સોલાર ફ્લેર્સ)ની સચોટ આગાહી કરવાની વિશિષ્ટ વૈજ્ઞાનિક પદ્ધતિ વિકસાવી છે. સાથોસાથ સોલાર ફ્લેર્સનું આક્રમણ થાય તે પહેલાં સૂર્યની સપાટી પર અમુક ખાસ પ્રકારની અકળ ગતિવિધિ પણ થાય છે તેની વિશિષ્ટ માહિતી પણ પહેલી જ વખત મેળવી છે.
નાસાએ આ ઉપરાંત, સ્પેસ વેધર( સૌર જ્વાળાઓ અને સૌર પવનો છેક પૃથ્વીના વાતાવરણ સુધી આવી જાય તો મોટા વિસ્તારમાં વીજળી પુરવઠો ખોરવાઇ જાય.