– 2 મિત્રોના પરિવાર બોટાદથી ધોલેરા દર્શનાર્થે આવ્યો હતોઃ પરત ફરતાં અકસ્માત નડયો
– અકસ્માતમાં કારચાલક મિત્રને ઈજા, અન્યમિત્રના પત્નીનું મોત થતાં મિત્રએ મિત્ર સામે ફરિયાદ નોંધાવી
ભાવનગર : બોટાદના પાળીયાદ રોડ પર આવેલ હાઉસિંગ બોર્ડ સોસાયટી ખાતે રહેતા બે મિત્રના પરિવાર કાર લઈને ધોલેરા સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરી પરત આવતા હતા તેવામાં ધંધુકા તરફ રોડ ઉપર કાર ચાલકે કારના ચાલકે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવી દેતા રોડની ધારી નીચે કાર ઉતારી ગઈ હતી.અને કાર પલ્ટી જઈને પાણી ભરેલા ખાડામાં ખાબકી હતી.અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું.જ્યારે કાર ચાલકને ઈજા થઈ હતી.