Suicide In Rajkot: રાજકોટ જિલ્લામાંથી સામૂહિક આપઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જામકંડોરણાના સનાળા ગામમાં શ્રમિક પરિવારમાં ત્રણે સામૂહિક આપઘાત કર્યો હતો. દાહોદમાંથી ખેત મજૂરી માટે આવેલા પરિવારમાં માતાએ તેના બે સંતાનોને દવા પીવડાવીને જીવન ટુંકાવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, દાહોદથી જામકંડોરણાના સનાળા ગામે ખેત મજૂરી કરવા આવેલા પરિવારમાં માતાએ બંને સંતાનોને ઝેરી દવા પીડાવ્યા બાદ પોતે પણ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેમાં 36 વર્ષીય સેના બેન, 5 વર્ષીય પુત્ર આયુષ અને 6 વર્ષીય પુત્રી કાજલનું મૃત્યુ નિપજ્યું હતું.