વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં ભારતના ડી ગુકેશે ઈતિહાસ રચ્યો છે. યુવા ચેસ ખેલાડી ડી ગુકેશ વર્લ્ડ ચેમ્પિયન બન્યો છે. ચીનના ડીંગ લિરેનને હરાવીને ગુકેશ ડીએ ટાઈટલ જીત્યું હતું. તેને 14મી અને અંતિમ ગેમમાં ચીનના ડીંગ લિરેનને હરાવીને આ ખિતાબ જીત્યો હતો. વિશ્વનાથન આનંદ પછી આ ખિતાબ જીતનાર તે બીજો ભારતીય છે. તેને છેલ્લી વખત 2013માં આ ખિતાબ જીત્યો હતો.
ચેન્નાઈમાં થયો હતો જન્મ
ગુકેશ દોમ્મારાજુનો જન્મ તમિલનાડુના ચેન્નાઈમાં 29 મે 2006ના રોજ થયો હતો. તે ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ જીતનાર ત્રીજો સૌથી યુવા ખેલાડી છે. તેમના પિતાનું નામ રજનીકાંત છે. તે સર્જન છે. તેની માતાનું નામ પદ્મા છે. તે માઈક્રોબાયોલોજીસ્ટ છે. તેને સાત વર્ષની ઉંમરે ચેસ શીખી હતી. આ સિવાય તે ચેન્નાઈમાં જ અભ્યાસ કરે છે.