લાકડીયા-ઓડીસર રોડમ મીઠીરોહર, અંજાર અને મુન્દ્રાના સિરાચા સુધી કરાઇ કાર્યવાહી
ગાંધીધામ: પૂર્વ કચ્છ ખાણ ખનીજ ખાતા દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે અને સરપ્રાઈજ ચેકીંગ કરી જપ્ત કરવા સહિતની કામગીરી કરવામાં આવતા ખનીજ ચોરી કરી રહેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે પૂર્વ કચ્છ ખનીજ ખાતા દ્વારા તબક્કાવાર કામગીરી કરી લાકડીયા-ઓડીસર રોડથી લઈ અને મીઠીરોહર તથા અંજાર તથા મુન્દ્રાના સિરાચા સુધી કાર્યવાહી કરવામાં આવી છે.
આ બાબતે મળતી વિગતો મુજબ પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગના ભૂસ્તરશાી એન.એ. પટેલ અને તેમની ટીમ દ્વારા પૂર્વ કચ્છ જિલ્લામાં જુદા જુદા સ્થળે તપાસ દરમિયાન ૭ ડમ્પર જપ્ત કરવામા આવ્યા છે.