– 16મી ડિસેમ્બર બાદ પ્રથમ વખત નીચું તાપમાન નોંધાયું
– દિવસનું તાપમાન 25.7 ડિગ્રીએ સ્થિર રહ્યું : હજુ 48 કલાક ઠંડીનું જોર રહેશે, ત્યારબાદ રાતનું તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઉપર જવાની હવામાન વિભાગની આગાહી
ભાવનગર : ઉત્તર પૂર્વિય દિશામાંથી ફૂંકાઈ રહેલા ટાઢાબોળ પવનને કારણે ભાવનગરમાં છેલ્લા બે દિવસથી કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હાડથીજાવતી ઠંડીથી લોકો ઠુંઠવાયા છે. ત્યારે હજુ ૪૮ કલાક સુધી ભાવેણાંવાસીઓને ઠંડીમાં કોઈ રાહત મળે તેવી શક્યતા દેખાતી નથી.