જ્યુબેલી સર્કલ પાસે બેભાન મળેલી અજાણી સ્ત્રીનું મૃત્યુ
ભુજ: પશ્ચિમ કચ્છમાં અકસ્માત આપઘાતના અલગ અલગ ત્રણ બનાવ સામે આવ્યા છે. જેમાં બે યુવાનને અકડ કારણે ફાંસો ખાઇ જીવનનો અંત આણી દીધો છે. તો, એક્ટિવા પરથી પડી જવાથી ગંભીર રીતે ઘવાયેલા આધેડ પુરૂષનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે ભુજ જ્યુબેલી સર્કલ નજીક બેભાન અવસ્થામાં મળી આવેલી ીનું હોસ્પિટલ બીછાને મૃત્યુ થયું હતું. પોલીસે બનાવોની નોંધ લઇ તપાસ કરી છે.