MicroPlastic Affecting Photosynthesis Process: માઇક્રોપ્લાસ્ટિક હવે છોડવાઓ માટે પણ ઝેર બની રહ્યું છે. માઇક્રોપ્લાસ્ટિકનું માપ પાંચ મિલિમિટર કરતાં પણ ઓછું હોય છે. આ માઇક્રોપ્લાસ્ટિક હવે આપણી પૃથ્વીના દરેક ખુણામાં પહોંચી ગયું છે. દરિયામાં તરસે હોય કે આપણે શ્વાસ લેતા હોઈએ, દરેક જગ્યાએ માઇક્રોપ્લાસ્ટિકનું પ્રદૂષણ જોવા મળે છે. પાણી અને તેમાં રહેતા જીવજંતુઓ સાથે એ માણસને પણ કેવી રીતે અસર કરે છે તે વિશે ઘણી ચર્ચાઓ થઈ છે અને થતી રહેશે. જો કે, હાલમાં જ અમેરિકાની નેશનલ એકેડેમી ઓફ સાયન્સીસની એક અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે કે માઇક્રોપ્લાસ્ટિક હવે છોડવાઓને પણ અસર કરી રહ્યું છે.