મહેસાણા પરાં વિસ્તારમાંથી આરોપી રાહુલ કટારીયા નામનો શૂટર ઝડપાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. આ આરોપીને ચાર દિવસ અગાઉ હરિયાણા પોલીસ ઉઠાવી ગઈ હતી. ત્યાર બાદ આરોપીનું હરિયાણા પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જોકે ગઈકાલે મોડી રાત્રે ઝડપાયેલ શૂટરને મહેસાણા લવાયો હતો.
આરોપી રાહુલ કટારીયા નામ બદલીને ભાડાના મકાનમાં રહેતો હતો. મહેસાણા પરા વિસ્તારમાં રાહુલ કટારીયા મનોજસિંહ નામ બદલી રહેતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. શૂટર રાહુલ કટારીયાએ બીશ્નોઈ ગેંગનો સાગરીત હોવાની આશંકા પોલીસને સેવાઇ રહી છે. ઝડપાયેલ શૂટર મુદ્દે મહેસાણા પોલીસની તપાસ હાથ ધરી છે.
છેલ્લા એક મહિનાથી આરોપી મહેસાણાના પરા વિસ્તારમાં રહેતો હતો. બિશ્નોઇ ગેંગનો શૂટર હોવાની આશંકા સાથે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપી નામ બદલીને ભાડાના મકાનમાં રહેતો હતો. આરોપી રાહુલ કટારીયા બિશ્નોઇ ગેંગ સાથે જોડાયેલો હોવાની આશંકા સેવાઇ રહી છે. ઝડપાયેલ શૂટર મહેસાણા કયા હેતુથી આવ્યો તે દિશામાં મહેસાણા એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.