મહેસાણા તાલુકાના આખજ ગામની સીમમાં અપાયેલ પરમિટ વાળી જગ્યામા બાતમી આધારે મહેસાણા ખાણ ખનીજ વિભાગે તપાસ હાથ ધરી હતી.આ તપાસ દરમિયાન પરમિટ કરતા વધુ માટીનું ખોદકામ ઝડપાયું હતુ.જેમાં અધિકારીઓએ વાગડ ઇન્ફ્રાનુ એક હિટાચી મશીન તેમજ બે ડમ્પર ઝપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.મહેસાણા પંથકમા ગેરકાયદેસર માટી ખનન મામલે રોજે રોજ બુમરાડ ઉઠવા પામી છે.ત્યારે ઉક્ત કાર્યવાહી પગલે ગેરકાયદેસર રીતે ખનન કરતા તત્વોમા ડરની લાગણી પણ પ્રસરી હતી.
મહેસાણા જિલ્લા મદદનીશ ભુસ્તર શાસ્ત્ર્રી ડો.પ્રતિક શાહને મળેલ બાતમી તથા સૂચના આધારે માઇન્સ ઇન્સ્પેકટર જીમ્મી વાણિયા સહિત ટીમે મહેસાણા તાલુકાના આખજ ગામની સીમમાં અપાયેલ પરમિટ વાળી જગ્યામાં તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમા પરમિટ કરતા વધારે સાદી માટી ખનનની પ્રવૃત્તિ ઝડપાઈ હતી.ટીમની રેડ પગલે ઘટના સ્થળ પર નાસભાગ મચી જવા પામી હતી.તો સ્થળ પર વાગડ ઇન્ફ્રાના એક હિટાચી મશિન દ્વારા કેટલાક લોકો દ્વારા પરમીટ કરતા વધારે સાદી માટી ખનનની પ્રવૃત્તિ કરવામાં આવી રહી હતી.ત્યારે ટીમ દ્વારા એક હિટાચી મશિન તેમજ સાદી માટી ભરેલા બે ડમ્પર સહિત ત્રણ વાહન મળી કુલ રૂ.1.30 કરોડનો મુદ્દામાલ સીઝ કરી વધુકાર્યવાહી હાથ ધરી હતી.તો પરમિટવાળી જગ્યા પર પરમિટ કરતા વધુ ખોદકામ થયું હોય તે જગ્યામાંથી કેટલા પ્રમાણમા માટીના જથ્થાનો ઉપાડ થવા પામ્યો છે.તે જાણવા માટે માપણી સહીતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.તો ઘટના સ્થળ પરથી ઝડપાયેલ વાહનો સામે દંડનીય કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી.