26 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, માર્ચ 14, 2025
26 C
Surat
શુક્રવાર, માર્ચ 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતમહેસાણાMehsana: દૂધસાગર ડેરી ખેરાલુ, માણસામાં 300 જેટલા બાયોગેસ પ્લાન્ટ સ્થપાશે

Mehsana: દૂધસાગર ડેરી ખેરાલુ, માણસામાં 300 જેટલા બાયોગેસ પ્લાન્ટ સ્થપાશે


મહેસાણા દૂધસાગર ડેરીના દૂધ ઉત્પાદક પશુપાલકો બળતણ અને ખાતર માટે આત્મનિર્ભર બને તે માટે બાયોગેસ પ્લાન્ટનો પ્રોજેક્ટ ડેરી દ્વારા હાથ ધરાયો છે.જેમાં દૂધસાગર ડેરી ખાતે જાપાનની સુઝુકી કંપનીના હેડે મુલાકાત કરી હતી.જેમાં ચાર વર્ષમાં ડેરીના ચેરમેનની ટીમ દ્વારા થયેલા કામોથી પ્રભાવિત થઈ સુઝુકી કંપનીના હેડે સીએસઆર હેઠળ 300 જેટલા વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા તૈયારી બતાવી હતી.તો આ પ્લાન્ટ ખેરાલુ અને માણસા તાલુકામાં સ્થાપવામાં આવશે.

બેચરાજી સ્થિત મારુતિ સુઝુકી કંપનીના હેડ તોયોફુકુ સાન અને રિજિયોનલ હેડ માત્સુ મોટો સાન, એનડીડીબીના અધિકારીઓ નીરંજન ખરાડે અને વિનય પેટેલે મહેસાણા દૂધસાગર ડેરીની મુલાકાત લીધી હતી.તો આ અધિકારીઓએ ડેરીના એમડી ધીરજકુમાર, એક્ઝિક્યુટીવ ડિરેક્ટર પ્રવીણ ભાંભી અને સિનિયર મેનેજર અશ્વિન ચૌધરી સાથે બેઠક કરી હતી.જેમાં ખેડૂતો અને પશુપાલકો પશુઓના ગોબરનો ઉપયોગ કરીને બળતણ અને ખાતર માટે આત્મનિર્ભર બને તે માટે વિચારણા કરવામાં આવી હતી.ત્યારે ડેરીના ખેડૂત લક્ષી અભિગમ અને દૂધ ઉત્પાદકો માટે ચાર વર્ષમા દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી અને તેમની ટીમ દ્વારા થયેલા કામોથી પ્રભાવિત થઈને સુઝુકી કંપનીના હેડ તોયોફુકુ સાને સીએસઆર ફ્ંડ હેઠળ 300 જેટલા વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા તૈયારી બતાવી હતી. આ અંગે દૂધસાગર ડેરીના સૂત્રોના જણાવ્યા મુજબ આ પ્લાન્ટ ખેરાલુ અને માણસા તાલુકામાં સ્થાપવામા આવશે.

મહેસાણા જિલ્લામાં 1000 બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવશે

આ અંગે દૂધસાગર ડેરીના સૂત્રોના જણાવ્યા મુજબ સુઝુકી કંપની દ્વારા ફાળવવામાં આવેલ બાયોગેસ પ્લાન્ટ ઉપરાંત દૂધસાગર ડેરી દ્વારા ખેડૂતો તેમજ પશુપાલકોના હિતમા સરકારી યોજના હેઠળ મહેસાણા જિલ્લામાં 1000 જેટલા બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવનાર છે. તો બીજીતરફ આ અંગે મહેસાણા દૂધસાગર ડેરીના સૂત્રોના જણાવ્યા મુજબ મહેસાણા દૂધસાગર ડેરી દ્વારા સુઝુકી કંપનીના સહયોગથી માણસા અને ખેરાલુમાં વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવનાર છે.ત્યારે રૂ.40000 કિમતના પ્લાન્ટ માટે લાભાર્થી પશુપાલક ખેડૂતે માત્ર રૂ.5000 ચુકવવાના રહેશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય