મહેસાણા મનપાની ટીમ દ્વારા સતત ત્રીજા દિવસે દબાણ હટાવો ઝુંબેશ યથાવત રાખવામાં આવી હતી. જેમાં 650 મીટરના અંતરે વધુ 20 પાક્કા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તો કેટલીક સોસાયટી દ્વારા ઉભી કરાયેલ બ્યુટીફીકેશન કરેલ વોલ પણ દબાણને લઈ તોડી પડાઈ હતી.
મહેસાણા મહાનગરપાલિકા દ્વારા રાધનપુર રોડ પરની બંને બાજુ કાચા પાક્કા દબાણ કરતાઓને નોટિશ આપી દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં સતત ત્રીજા દિવસે પણ આ કામગીરી યથાવત રહેતા અગાઉ 2 કિલોમીટરથી વધુને અંતર પર દબાણો હટાવ્યા બાદ ત્રીજા દિવસે વધુ 650 મીટર અંતર સુધીમાં આવેલ 20 જેટલા પાક્કા દબાણો 3 બુલડોઝરની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા. જ્યારે દબાણ કામગીરીમાં કેટલીક સોસાયટીઓમાં આકર્ષણ ઉભું કરવા બનાવેલી બ્યુટીફિકેશન વોલ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. રાધનપુર રોડ પરની બીજી લાઈનમાં દબાણો હોઈ હજુ પણ તંત્રની આ દબાણ ઝુંબેશ વધુ 5 દિવસ લંબાઈ શકે છે.