31 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, નવેમ્બર 22, 2024
31 C
Surat
શુક્રવાર, નવેમ્બર 22, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeટેકનોલોજીમાર્ક ઝકરબર્ગની દીકરીને સલાહ- આપણે પણ સમજવા જેવી છે | Mark Zuckerberg's...

માર્ક ઝકરબર્ગની દીકરીને સલાહ- આપણે પણ સમજવા જેવી છે | Mark Zuckerberg’s advice to his daughter we also need to understand



ફેસબુકના સ્થાપક અને ઇન્સ્ટાગ્રામ-વોટ્સએપ વગેરેના માલિક માર્ક ઝકરબર્ગે હમણાં
એક ઇન્ટરવ્યૂમાં સરસ વાત કરી. એમણે કહ્યું કે એક વાર એ એમની સાત વર્ષની દીકરી
ઓગસ્ટ ચેનને લઈને જાણીતી સિંગર ટાયલર સ્ફિવ્ટની કોન્સર્ટમાં ગયા હતા. આ
સિંગર-સોંગરાઇટરનાં ગીતો અને સ્ટેડિયમ શોએ આખી દુનિયાને ઘેલી કરી છે.

માર્કે પેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે કોન્સર્ટ દરમિયાન દીકરીએ તેમને કહ્યું કે
એ મોટી થઈને સ્વિફ્ટ જેવી બનવા માગે છે. પપ્પાએ સમજાવ્યું કે
‘બેટા, એ તો નહીં થઈ શકે. એ જગ્યા
તારે માટે અવેલેબલ નથી.
’

દીકરીએ થોડું વિચારીને કહ્યું કે ‘ઓકે, તો હું મોટી થઈને એવી બનીશ કે લોકો કહે કે તેમને ઓગસ્ટ ચેન ઝકરબર્ગ જેવા બનવું
છે
’. આ સાંભળી માર્ક ખુશીના ઉછળી
પડ્યા.પપ્પા-દીકરીના આ સંવાદે ઇન્ટરનેટ પર ચર્ચા જગાવી. એક થેરપિસ્ટે કહ્યું કે
દીકરીને કોઈ જેવા થવાને બદલે આગવી ઓળખ ઊભી કરવાની માર્કની શીખામણ દરેક મા-બાપે
સમજવા જેવી છે – આપણે પણ.

હવે દરેક ટીનેજરને ઇન્ફ્લુઅંસર બનવું છે – કોઈ પણ ભોગે. ઇન્સ્ટા પર ફોલોઅર્સ
વધારવા માટે તેઓ કોઈ પણ હદ સુધી જવા તૈયાર હોય છે. ક્યારેક સમય મળે તો આપણાં
સંતાનો સોશિયલ મીડિયા પર શું કરે છે
, શું શું શેર કરે છે એની એમની
સાથે મોકળી ચર્ચા કરવા જેવી છે – મોડું થઈ જાય તે પહેલાં.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય