Gujarat Municipal Elections: ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાય તે પહેલા જ કોંગ્રેસમાં મોટું ભંગાણ થઈ ગયું છે. નગરપાલિકા,તાલુકા-જીલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોના ફોર્મ ચકાસણીના અંતે કેટલીક પાલિકા-પંચાયતમાં ભગવો લહેરાયો હતો. જોકે, મુક્ત-પારદર્શક ચૂંટણી યોજાઈ રહી છે તે મુદ્દે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યાં હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો છેકે, ભાજપે પોલીસ અને વહીવટીતંત્રના જોરે કોંગ્રેસના ઉમેદવારોને ડરાવી ધમકાવી ફોર્મ પરત ખેચાવ્યા હતાં.
જૂનાગઢ કોંગ્રેસમાં ભૂકંપ: 9 ઉમેદવાર ખસી ગયા, ભાજપને 8 સીટ બિનહરીફ