બોલીવુડની દિગ્ગજ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન છેલ્લા કેટલાક મહિનાઓથી અણબનાવના સમાચારના કારણે ચર્ચામાં છે. આ દરમિયાન તેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં તે એક મિસ્ટ્રી મેન સાથે જોવા મળી રહી છે.
તમને જણાવી દઈએ કે આ વ્યક્તિ કોણ છે અને એક્ટ્રેસ વિશે કયા નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે.
મેકઅપ આર્ટિસ્ટ સાથે ઐશ્વર્યાની તસવીર વાયરલ
શનિવારે એક્ટ્રેસના નવા પ્રોજેક્ટના સેટ પરથી એક સેલ્ફી પોસ્ટ કરવામાં આવી હતી. આ ફોટોમાં ઐશ્વર્યા તેના મેકઅપ આર્ટિસ્ટ સાથે હસતી જોવા મળી હતી. ફોટોમાં ઐશ્વર્યા સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ સાથે પોઝ આપી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતી વખતે તેને લખ્યું, ‘કામ પર એક સુંદર દિવસ’. આ ફોટો વાયરલ થતાની સાથે જ ઐશ્વર્યાના નવા પ્રોજેક્ટને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે. પરંતુ ઐશ્વર્યાએ આ નવા પ્રોજેક્ટ વિશે કોઈ માહિતી શેર કરી નથી, ત્યારબાદ તેના ફેન્સ અને મીડિયામાં વિવિધ અટકળો શરૂ થઈ.
ઐશ્વર્યાના ફેન્સ થયા એક્સાઈટેડ
સૂત્રોનું માનીએ તો ઐશ્વર્યાએ કોઈ ફિલ્મ માટે નહીં પરંતુ એક જાહેરાત માટે શૂટ કર્યું છે. આમ છતાં તેના ફેન્સ ઘણા ખુશ છે. એક ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયો અને તેણે પોસ્ટ પર લખ્યું છે કે ‘શું આ ફિલ્મ માટે છે?’ જ્યારે બીજા યુઝરે લખ્યું છે કે ‘ઓહ માય ગોડ! હું ખુશ છું, આવો, ક્વિન પાછી આવી ગઈ!’ અન્ય એક ફેને કોમેન્ટ કરી છે કે ‘ક્વિન પાછી આવી ગઈ છે, ઐશ્વર્યા રાય તેના કામમાં પાછી આવી ગઈ છે.’
ખાસ વાત એ છે કે ઐશ્વર્યાના પર્સનલ લાઈફ વિશે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે આ તસવીર સામે આવી છે, ખાસ કરીને તેના અને તેના પતિ અભિષેક બચ્ચન વચ્ચેના સંબંધોમાં અણબનાવના સમાચારો વચ્ચે. ઐશ્વર્યાની તાજેતરની એક ઈવેન્ટમાં તેને ‘ઐશ્વર્યા રાય’ કહીને સંબોધવામાં આવી હતી, જ્યારે તેના પૂરા નામમાં ‘બચ્ચન’ અટક પણ વપરાય છે.
ઐશ્વર્યા રાયનું વર્ક ફ્રન્ટ
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, ઐશ્વર્યા છેલ્લે મણિરત્નમની ફિલ્મ ‘પોન્નીયિન સેલવાન’માં જોવા મળી હતી, જેને દર્શકો અને ક્રિટિક્સ બંને તરફથી પ્રશંસા મળી હતી. આ ફિલ્મમાં તેની ભૂમિકાની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ પછી, ગયા મહિને એવા અહેવાલો આવ્યા હતા કે ઐશ્વર્યા અને અભિષેક મણિરત્નમની નવી ફિલ્મમાં સાથે જોવા મળી શકે છે, પરંતુ હજી સુધી આ સમાચારની પુષ્ટિ થઈ નથી.