35.9 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, માર્ચ 14, 2025
35.9 C
Surat
શુક્રવાર, માર્ચ 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતમહેસાણાMahesana: મહિલાદિન : નમો આઈ હબ મહેસાણા ખાતે વુમન એમ્પાવરમેન્ટ ડે ઊજવાયો

Mahesana: મહિલાદિન : નમો આઈ હબ મહેસાણા ખાતે વુમન એમ્પાવરમેન્ટ ડે ઊજવાયો


નમો આઈ હબ મહેસાણા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વુમન એમ્પાવરમેન્ટ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી ડો.હસરત જસમીને મહિલાઓને જણાવ્યું હતું કે, મહિલાઓએ ફોન ફ્રેન્ડથી મુક્ત થઈને પરસ્પરને સપોર્ટ કરવાની માનસિકતા કેળવવી જોઈએ. તણાવ મુક્તિ માટે પરસ્પર વાતચીત કરવાની ભાવના ફરીથી શરૂ કરવી જોઈએ.આપણી આસપાસ કોઈને પણ મદદની જરૂર હોય તો કોઈપણ માટે પહેલ કરાવતા શીખો. તેમણે ઉમેર્યું હતું કે, અન્ય આ કરશે એમ વિચારવા કરતા પોતે જ એનો પ્રારંભ કરવો જોઈએ.

નમો આઈ હબ અને અમૃત મહેસાણા સ્ટાર્ટઅપ ઇનોવેશન મિશનની ટીમ દ્વારા મહેસાણાની નોકરીયાત મહિલાઓ સાથે યોજાયેલા મહિલા દિવસ ઉજવણીમાં જિલ્લાની વિવિધ કચેરીની મહિલા કર્મચારીઓ ઉપસ્થિત રહી હતી. મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, નોકરીયાત મહિલાની જીવન અને કાર્ય પદ્ધતિ વિશેષ અને પ્રસંશનીય હોય છે. આ મહિલાઓ સોંપેલ કામને સો ટકા આપી સમયસર પૂર્ણ કરનાર હોય છે અને આયોજનબધ્ધ તેમજ ઝડપથી કોઈપણ કાર્ય કરવામાં એ માહેર હોય છે. આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત 6 થી 8, માર્ચ ત્રિદિવસીય મહિલા ક્રિકેટ પ્રીમિયર લીગ રમતની પણ પ્રશંસા કરી હતી. મહિલા ક્રિકેટ ટીમમાં મહિલાઓનો સ્પોર્ટ્સ સ્પીરીટ જોવા લાયક હતો. આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી હર્ષ નિધિ શાહ સહિત અગ્રણી અધિકારી અને કર્મચારી મહિલાઓ ઉપસ્થિત રહી હતી. નમો આઈ હબના સાગર પંચાલ, સુકૃતીબેન સિંઘ અને હનીબેન વ્યાસે સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમજ મહિલાઓએ વિવિધ મનોરંજન ક્વિઝ અને ગેસિંગ ધ નેમ જેવી રમતો પણ રમી હતી. નમો આઈ હબ તરફ્થી મહિલા કર્મીઓને યાદગીરી ભેટ અપાઈ હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય