મહેસાણા મહાનગર પાલિકા દ્વારા સિટી ટ્રાફીકની સમસ્યા અને સંચાલન માટે યોગ્ય આયોજન કરવા પ્રથમવાર સંલગ્ન વિભાગો સાથે પ્રથમવાર બેઠક યોજવામાં આવી હતી.
મહેસાણા મનપાના હોલ ખાતે મળેલી આ બેઠકમાં સિટી ટ્રાફ્કિ મેનેજમેન્ટ કમિટીની રચના કરી તેમાં ઇ્ર્ં, પોલીસ, મનપા, માર્ગ અને મકાન સહિતના વિભાગના અધિકારીઓને સભ્ય બનાવવામાં આવ્યા હતા. મનપા અધિકારીઓ પાસેથી મળતી જાણકારી મુજબ મહેસાણા મહાનગર પાલિકા ખાતે વહીવટદાર એવા મહેસાણા કલેકટરના અધ્યક્ષ સ્થાને મળેલી મહેસાણા સિટી ટ્રાફ્કિ મેનેજમેન્ટ કમિટીની પ્રથમ બેઠકમાં જ શહેરમાં સર્જતાં ટ્રાફ્કિ અને તેના સંચાલનના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મહત્તમ ટ્રાફ્કિ સર્જાતા પોઈન્ટ, ટ્રાફ્કિ નિયમન માટેની વ્યવસ્થાની સ્થિતિ, જરૂરી ટ્રાફ્કિ નિયમન, સિંગ્નલની જરૂરિયાતો, રોડ એન્જીનીયરીંગના મુદ્દાઓ, રોડ માર્કિંગની જરૂરિયાતો, ગેરકાયદેસર દબાણો સહિતની કાર્યવાહી અંગેની કમિટી સભ્યો સાથે ચર્ચા કરવામાં આવી હતી. મહેસાણા શહેરમાંથી પસાર થતા પાલનપુર અમદાવાદ હાઇવે પર સતત વાહનોનો ધસારો રહેતો હોય છે ત્યારે શહેરી વિસ્તારમાં દિવસ દરમીયાન ટ્રાફ્કિ અને અકસ્માતની સ્થિતિ ન સર્જાય માટે વહીવટી તંત્ર દ્વારા ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જોકે આ જાહેરનામાનું પાલન ન થતા અનેકવાર ટ્રાફ્કિ સર્જાય છે.